UC News

અજીત ડોભાલનાં કાશ્મીર પ્રવાસ પર મહેબૂબા મુફ્તિનો આકરો કટાક્ષ, Twitter પર કર્યા પ્રહાર

અજીત ડોભાલનાં કાશ્મીર પ્રવાસ પર મહેબૂબા મુફ્તિનો આકરો કટાક્ષ, Twitter પર કર્યા પ્રહાર

જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી(PDP)નાં અધ્યક્ષ મહેબૂબા મુફ્તિએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનાં કાશ્મીર પ્રવાસ પર આકરો કટાક્ષ કર્યો છે.

ટ્વિટર પર મહેબૂબા મુફ્તિએ જણાંવ્યું કે અજીત ડોભાલની પાછલી મુલાકાતનાં ફોટો સેશન દરમિયાન મેન્યુમાં બિરયાની હતી. આ વખતે શું છે? હલીમ? અનુચ્છેદ 370 હટાવ્યા બાદ અજીત ડોભાલ બીજી વખત કાશ્મીર ખીણની મુલાકાતે પહોંચ્યા છે.


ડોભાલ જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતીનું નિરીક્ષણ કરવા માટે ગયા છે, તેમજ તેઓ કાશ્મીર ખીણમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કરશે.

અત્રે મહત્વનું છે કે કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કર્યા બાદ અજીત ડોભાલ આજે બુધવારે સ્થિતીનો તાગ મેળવવા માટે અને સરકારી યોજનાઓનાં અનુકૂળ અમલ માટે આગળની રણનીતિ કરવાનાં ઉદેશ્યથી ફરી એક વખત કાશ્મીર ખીણની મુલાકાતે આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ડોભાલ કાશ્મીર ખીણનાં અગ્રણી સુરક્ષા અધિકારીઓ સાથે મુલાકાત કરશે અને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા અને વિકાસ યોજના સંબંધિત ગતિવીધીઓ અંગે માહિતી મેળવશે. ડોભાલની આ મુલાકાત જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા પહેલા છે. મહત્વનું છે કે 31 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજીત કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે પાંચ ઓગષ્ટનાં રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા સંબંધિત અનુચ્છેદ 370નાં પ્રાવધાનોને રદ્દ કરીને રાજ્યને બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજીત કરવાનો નિર્ણય કર્યો હતો. કેન્દ્ર સરકારનાં નિર્ણય બાદ એનએસએ અજીત ડોભાલની આ બીજી મુલાકાત છે.

પોતાની પ્રથમ મુલાકાત દરમિયાન અજીત ડોભાલ 11 દિવસ સુધી કાશ્મીર ખીણમાં રોકાયા હતા અને આતંકવાદ પ્રભાવિત દક્ષિણ કાશ્મીરનાં શોપિયા અને શ્રીનગરનાં જુના વિસ્તારોની મુલાકાત કરી હતી. અજીત ડોભાલ કલમ 370 રદ્દ કરાયા બાદ તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન કરવા માટે એલઓસી પર સ્થિતીની દેખરેખ રાખવા માટે સતત નજર રાખી રહ્યા છે.

Topic:
READ SOURCE
Open UCNews to Read More Articles