UC News

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ વેક્યૂમ ચેલેન્જ, લોકો માટે બની શકે છે જીવલેણ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ વેક્યૂમ ચેલેન્જ, લોકો માટે બની શકે છે જીવલેણ
PC: youtube.com

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં દરરોજ નવી ચેલેન્જ ટ્રેન્ડ કરે છે. ભલે પછી તે કિકી ચેલેન્ડ હોય કે પછી આઈસ બકેટ ચેલેન્જ. હવે એક નવી ચેલેન્જ સામે આવી છે- વેક્યૂમ ચેલેન્જ, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ ચેલેન્જ અંતર્ગત લોકો પોતાને એક મોટી પોલીથીનમાં બંધ કરી દે છે અને પછી વેક્યૂમ ક્લીનર ચલાવીને તેમાંથી હવા ખેંચી લે છે. લોકો સતત પોતાના વીડિયો શેર કરી રહ્યા છે. જોકે, કેટલાક વીડિયોમાં તે જોવામાં ખૂબ જ ખતરનાક લાગી રહ્યું છે. એવામાં તમે ચેલેન્જને પૂરી કરવાની ભૂલ ના કરતા.

વેક્યૂમ ચેલેન્જ અંતર્ગત લોકો જેવા પોલીથીનમાં વેક્યૂમ ક્લીનર નાંખીને તેને ઓન કરે છે, તો બધી જ હવા ખેંચાઈ જાય છે. એવામાં શ્વાસ રુંધાવાનું જોખમ ઊભું થાય છે. આથી, અમે તમને સલાહ આપીએ છીએ કે આ સ્ટંટને ક્યાંય પણ ન કરવી.

સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યા છે, તેના પર તમે પણ એક નજર નાંખી લોઃ

આ અગાઉ સોશિયલ મીડિયા પર કિકી ચેલેન્જ, PUBG ચેલેન્જ અને આઈશ બકેટ ચેલેન્જ વાયરલ થઈ ચુકી છે. ઘણી ચેલેન્જ થોડાં દિવસો સુધી તો સોશિયલ મીડિયા પર વાયરસ થાય છે, પરંતુ પછી તે ચિંતાનો વિષય બની જાય છે.

Topic: #twitter
READ SOURCE
Open UCNews to Read More Articles