UC News

Google Pixel 4, Pixel 4 XL લોન્ચ, જાણો આ સ્માર્ટફોનના ખાસ ફીચર

Googleએ પોતાના હાર્ડવેર ઈવેન્ટ Made by Google દરમિયાન પોતાના નવા Pixel 4 અને Pixel 4 XL સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા છે. આ વિશે કંપનીએ Project Soli પર ફોકસ રાખ્યું છે. આ પ્રથમ સ્માર્ટફોન છે જેમાં રડાર સેન્સર આપવામાં આવ્યું છે.દુનિયામાં સૌથી ફાસ્ટ ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં કંપનીના સીઈઓ પીચાઈ હાજર ન હતા.

Google Pixel 4, Pixel 4 XL લોન્ચ, જાણો આ સ્માર્ટફોનના ખાસ ફીચર
Third party image reference

ભારતમાં કેમ નથી થઈ રહ્યો Pixel સ્માર્ટફોન લોન્ચ?

Pixel 4, Pixel 4 XLમાં Soli રડારના કારણે ભારતમાં તેને લોન્ચ કરવામાં આવતો નથી. જોકે, કંપની તરફથી એવુ કોઈ નિવેદન નથી આવ્યું કે, ભારતમાં આ સ્માર્ટફોન લોન્ચ કરવાનું કારણ શું છે.

સામાન્ય રીતે 60Hzની ફ્રિક્વેન્સી માટે લાઈસન્સની જરૂર નથી હોતી પરંતુ ભારતમાં 60Hz ફ્રિક્વેન્સી માટે પણ પૈસા ભરવા પડે છે અને એટલા માટે તેને યૂજ નથી કરવામાં આવી શકતું. તેને ખાસ ટાઈમ પર યૂઝ કરવામાં આવે છે. Google Pixel 4માં Soli Radar આપવામાં આવ્યું છે અને તે 60Hz mmwWave ફ્રિક્વેન્સી યૂઝ કરે છે. કદાચ આના કારણે આ સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવતો નથી.

ગૂગલના એક પ્રવક્તાએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, ગૂગલની પાસે ઘણા પ્રકારની પ્રોડક્ટ છે જે દુનિયા માટે અલગ-અલગ જગ્યાઓ પર ઉપલબ્ધ છે. અમે નક્કી કર્યું છે કે, ભારતમાં Pixel 4 નહીં લોન્ચ કરીએ. અમે હાલના પિક્સલ સ્માર્ટફોન્સને લઈને પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં Pixel ડિવાઈસને ભારતમાં લોન્ચ કરી છું.

Pixel 4 સ્માર્ટફોન લોક થયા બાદ પણ મોશન સેન્સર કામ કરે છે. ફોનમાં જેસ્ચર કન્ટ્રોલ ફીચર આપવામાં આવ્યુ છે. ફોનને ટચ કર્યા વગર ખાલી હાથથી હવાનો વેવ કરવાથી તેને કંન્ટ્રોલ કરવામાં આવી શકે છે. આ બધા ફીચર્સ Project Soliની હેઠળ આવે છે. આ એક પ્રકારનું હ્યૂમન કમ્પ્યૂટર ઈન્ટરએક્શનની જેમ છે.

આ ફોનના ત્રણ કલર વેરિએન્ટ છે. જસ્ટ બ્લેક,ક્લિયરલી વાઈટ, ઓહ સો ઓરેન્જ જોકે, ઓરેન્જ વેરિએન્ટ લિમિટેડ એડિશન છે.

કિમંત: Pixel 4ની શરૂઆતની કિંમત 799 ડોલર છે. Pixel 4 XLની શરૂઆતી કિંમત 899 ડોલર છે.

Pixel 4 XLમાં OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. કંપનીએ દાવો કર્યો છે કે,આ ફોનમાં A+ રેટિંગ મળે છે. આ સ્માર્ટફોનમાં 90Hz રિફ્રેશ રેટ વાળી ડિસ્પ્લે છે તેમા Android 10 આપવામાં આવ્યું છે.

શું છે આ સ્માર્ટફોનના ખાસ ફીચર્સ

કોઈ પણ સોંગને નેક્સ્ટ કરવા માટે પણ તમારે ફોનનું બટન ટચ કર્યા વગર તમારા હાથ ફોન પર વેવ કરવાથી નેક્સ્ટ કરી શકે છો. Soli સેન્સર્સ ફોનની આજૂ-બાજૂ મોશનને ડિટેક્સ કરે છે.કંપનીએ કહ્યું કે,Soli સેન્સર હેઠળ કલેક્ટ કરવામાં આવેલા ડેટા ગૂગલ સર્વર પર નથી રાખવામાં આવતાં.

ગૂગલ આસિસ્ટેન્ટને આ સ્માર્ટફોનની સાથે પહેલા કરતા સારો બનાવ્યો છે અને શાનદાર રીતે ઈન્ટીગ્રેટ કરવામાં આવ્યો છે.ડેટા ડિલીટ કરવા માટે પણ ગૂગલ આસિસ્ટેન્ટ કહેવામાં આવે છે. કંપનીએ આ વિશે પોતાની લોન્ચ ઈવેન્ટમાં યૂઝર પ્રાઈવેસી પર ફોકસ કર્યું છે. કંપનીએ કહ્યું કે, ફેસ અનલોક ડેટા પણ કંપની સેફ અને સિક્યોર રાખે છે.

ઓડિયો રિકોર્ડર તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં આપવામાં આવશે. કોઈ વોઈસ રિકોડિંગના રિયલ ટાઈમ ટ્રાંસ્ક્રાઈબ કરી શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ પણ ઈન્ટરવ્યૂ રિકોર્ડ કરી રહ્યા હોય તો આ રિયલ ટાઈપ તેને ઈન્ટરવ્યૂના ટેક્સ્ટમાં ફેરવી આપે છે. એટલુ જ નહીં તમે આવુ બાદમાં પણ કરી શકો છો.

સ્પેસિફિકેશન્સ

સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Pixel 4માં Qualcomm Snapdragon 855 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 6GB રેમ અને બે મેમરી વેરિએન્ટ 64 અને 128GB ઉપલબ્ધ હશે.

કેમેરાની વાત કરીએ તો ડુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. પ્રાઈમરી લેન્સ 12.2 મેગાપિક્સલનું છે. જ્યારે બીજો કેમેરો 16 મેગાપિક્સલનો છે. બન્ને લેન્સની સાથે તમને ફેસ ડિટેક્શન ઓટો ફોકસનો સપોર્ટ મળે છે. ગૂગલે આ વિશે પોતાની પિક્સ્લ સ્માર્ટફોનથી iPhoneની હેઠળ ફિંગરપ્રિન્ટ સ્કેનર હટાવી દેવામાં આવ્યું છે. હવે અનલોક માટે ખાલી તમારે ફેસ આઈડી અને પિન પેટેન્ડ રાખવાનું રહેશે. કનેક્ટિવિટી માટે સ્માર્ટફોનમાં USB Type C પોર્ટ આવમાં આવ્યું છે.

Pixel 4 કેમેરા

Pixel 4માં સ્ક્વેર શેપનો કેમેરા મોડ્યૂલ આપવામાં આપવામાં આવ્યુ છે. કંપનીએ સાથે જ હાઈબ્રિડ જૂમ ફીચર આપવામાં આવ્યું છે. સુપર રેન્જ જૂમ ફીચરના કારણે જૂમ કરીને ક્લિક કરેલી ફોટો ક્વોલિટી એકદમ ક્લિન રાખે છે.

જેમાં લાઈવ HDR+નું પણ ફીચર આપવામાં આવ્યું છે અને સાથે ડુઅલ એક્સ્પોજર કન્ટ્રોલ પણ છે. ફોનમાં આર્ટિસ્ટિક ફોટોગ્રાફી કરી શકો છો. બેસિકલી આમાં એક્સ્પોડરની સાથે તમે એક્સ્પેરિમેન્ટ કરી શકો છો. વાઈટ બેલેન્સના કારણે બ્લૂ લાઈટ પણ ક્લિક કરવામાં ઈમેજ સારી આવે છે. આ વખતે કંપનીએ મેક્રો મોડ પર ખૂબ કામ કર્યું છે. આવી ઈવેન્ટ ફરી બનાવવામાં આવી છે.

Night Side પિક્સલ સ્માર્ટફોનને વધુ પસંદ કરવામાં આવ્યો છે. કંપનીએ ફોનને સારો બનાવવા કેટલાક લોગ તેને ફેક કરે છે પરંતુ એવુ નહીં થાય. જેની માટે મશીન લર્નિગનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી White Balancing કરવામાં આવી શકે.

કંપનીએ કહ્યું કે, તમે મૂનની પણ ફોટોગ્રાફી કરી શકો છો. કંપનીએ કહ્યું કે સોફ્ટવેર અપડેટ્સની સાથે તેમાં કેમેરાને સારો કરવામાં આવે છે. Pixel યૂઝર્સ માટે એક નિરાશ કરતા સમાચાર એવા પણ છે કે, આ વિશે કંપનીએ ઓરિજનલ ક્વોલિટી ઈમેજ માટે અનલિમિટેડ સ્ટોરેજ આપવામાં આવ્યું નથી. પરંતુ હાઈ ક્વોલિટી ઈમેજની સાથે આ ઓફર પણ મળશે.

READ SOURCE
Open UCNews to Read More Articles