UC News

PM મોદીએ જેવી આ યુવતીને ફૉલો કરી, હેક થઇ ગયું તેનું Twitter એકાઉન્ટ

PM મોદીએ જેવી આ યુવતીને ફૉલો કરી, હેક થઇ ગયું તેનું Twitter એકાઉન્ટ

પીએમ મોદીએ 17 સપ્ટેમ્બરના રોજ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. કલકત્તાની એક યુવતીને લાગ્યું કે પીએ મોદીએ તેમના જન્મ દિવસ પર તેને રિટર્ન ગિફ્ટ આપી દીધી. જો કે પછીથી યુવતીને અહેસાસ થયો કે આ ભેટની તેણે ભારે કિંમત ચુકવવી પડી છે.

પીએમે મંગળવારે 17 સપ્ટેમ્બરના રોજ અનેક લોકોને ટ્વિટર પર ફૉલો કર્યા. તેમાં સીમાંતની બૉસ નામની એક યુવતી પણ હતી. કલકત્તાની રહેવાસી આ યુવતીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ફૉલો કરી.પરંતુ કેટલાંક હેકર્સે તેનું એકાઉન્ટ જ હેક કરી લીધું.

તેના ટ્વિટર હેન્ડલથી જમ્મુ-કાશ્મીર મુદ્દે અનેક ટ્વિટ કરવામાં આવ્યા. સીમાંતની ડિજિટલ માર્કેટિંગ ફીલ્ડમાં કામ કરે છ. તેણે પોતે ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી.

બોસે લખ્યું કે રાતે બે વાગ્ય જ્યારે તે પોતાના ટ્વિટર પર ફીડ જોઇ રહી હતી તો તેની પાસે અનેક મેસેજ આવ્યાં હતાં જે વન ટાઇમ પાસવર્ડ માંગી રહ્યાં હતા. આવું ત્યારે જ શક્ય છે જ્યારે તમે પાસવર્ડ બદલી રહ્યાં હોવ અથા તો કોઇ બીજુ તમારા એકાઉન્ટમાં લૉગ ઇન કરી રહ્યું હોય. સીમાંતની બોસ કંઇ સમજી શકે તે પહેલાં જ કોઇ અન્યએ તેના એકાઉન્ટમાં લૉગઇન કરી દીધું.

તેના ટ્વિટર એકાઉન્ટ પર તેના મિત્રો વિરુદ્ધ પણ કેટલાંક ટ્વિટ કરવામાં આવ્યાં આ ઉપરાંત પીએમ મોદીને ડાયરેક્ટ મેસેજના કેટલાંક બૉગસ સ્ક્રીનશૉટ પર શેર કરવામાં આવ્યાં, જેમાં તેની તરફથી કહેવામાં આવ્યું કે પીએમ મોદીએ કાશ્મીરમાં 43 દિવસથી લોકોને બંધક બનાવીને રાખ્યાં છે.

જો કે અનેક પ્રયાસો બાદ તેને પોતાનું એકાઉન્ટ એક્સેસ પરત મળી ગયુ. તે બાદ તેણે ટ્વિટ પણ ડીલીટ કરી દીધાં જે વાંધાજનક હતા.

Topic:
READ SOURCE
Open UCNews to Read More Articles