UC News

Realme X Spiderman Edition ભારતમાં લોન્ચ, જાણો તેના સ્પેસિફિકેશન્સ અને કિંમત

Realme X Spiderman Edition ભારતમાં લોન્ચ, જાણો તેના સ્પેસિફિકેશન્સ અને કિંમત
PC: tosshub.com

Realme આગામી 15મી જુલાઈએ Realme Xની સાથે Realme X Spiderman Edition અને સ્પેશિયલ Onion અને Garlic એડિશન લોન્ચ કરશે. હવે Realmeએ સુપરહીરો મુવી Spider Man- Far from homeના પ્રીમિયર શો પર Realme X Spiderman Editionને લોન્ચ કરી દીધુ છે. Realme X Spiderman Edition એક સ્પેશિયલ ગિફ્ટ બોક્સની સાથે આવે છે. તેમાં લિમિટેડ એડિશન પ્રોટેક્ટિવ કેસ અને પ્રી-ઈન્સ્ટોલ્ડ કલર OS 6 સ્પાઈડરમેન થીમ સામેલ છે.

Realme X Spiderman Edition એક્સક્લુઝીવ સ્પાયડરમેનથી પ્રેરિત UI થીમની સાથે આવે છે. તેમાં કસ્ટમાઈઝ્ડ વોલપેપર અને આઈકન પેક પણ સામેલ છે. આ સાથે જ, તેમાં Spiderman થીમ કેસ અને ચાર્જર પણ આવે છે. Realme Xનું સ્ટાન્ડર્ડ અને સ્પેશિયલ Onion અને Garlic એડિશન ભારતમાં 15 જુલાઈએ આવી રહ્યું છે તે દિવસે Realme આ સ્પેશિયલ એડિશન Spiderman ફોનની કિંમત જણાવશે.

Realme Xની ઉપલબ્ધતા અને કિંમતની જાહેરાત 15 જુલાઈએ જ કરવામાં આવશે. પરંતુ તેની કિંમત 18000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. Realme Xનું ભારતીય એડિશન અલગ સ્પેસિફિકેશન્સની સાથે આવશે.

Realme Xના 4GB/ 64GB વેરિયન્ટની ચીનમાં કિંમત આશરે 15400 રૂપિયા છે. જ્યારે તેના 6GB+64GB વેરિયન્ટની કિંમત આશરે 16400 રૂપિયા છે અને તેના ટોપ-એન્ડ વેરિયન્ટ 8GB/ 128GBની કિંમત આશરે 18500 રૂપિયા છે. Realme X Spiderman Edition 8GB/ 128GB સિંગલ વેરિયન્ટની આશરે કિંમત 18100 રૂપિયા છે. ભારતમાં પણ આ ફોનની કિંમત તેની આસપાસ જ હોઈ શકે છે.

READ SOURCE
Open UCNews to Read More Articles