UC News

Twitter પર PM મોદીનાં ફોલોઅર્સની સંખ્યા 5 કરોડને પાર, વર્લ્ડ ટોપ-20માં એકલા ભારતીય

Twitter પર PM મોદીનાં ફોલોઅર્સની સંખ્યા 5 કરોડને પાર, વર્લ્ડ ટોપ-20માં એકલા ભારતીય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. ભલે ઈન્સ્ટાગ્રામ હોય, લિંક્ડઈન હોય કે પછી યૂટ્યૂબ અને ટ્વીટર હોય. દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ મોદીનાં લાખો ફોલોઅર્સ છે. જ્યારે હવે ટ્વીટર પર સૌથી વધારે ફોલો કરવાના લિસ્ટમાં પીએમ મોદી 20માં નંબર પર છે.

સૌથી વધારે ફોલોઅર્સના ટોપ 20 લિસ્ટમાં પહોંચનારા પીએમ મોદી એક માત્ર ભારતીય થઈ ગયા છે. સોમવારે ટ્વીટર પર પીએમ મોદીને ફોલો કરનારા લોકોની સંખ્યા 5 કરોડને પાર પહોંચી ચૂકી છે. મોદી, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ કરતાં લગભગ 1.4 કરોડ પાછળ છે, જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા 10.8 કરોડ ફોલોઅર્સની સાથે પહેલાં નંબર પર છે.

કેજરીવાલ બીજા નંબર પર

1 કરોડ ફોલોઅર્સની લિસ્ટમાં પીએમ મોદી બાદ બીજા ભારતીય નેતાઓના લીસ્ટમાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બીજા સ્થાન પર છે. ટ્વીટર પર કેજરીવાલનાં 1 કરોડ 54 લાખ યુઝર્સ ફોલો કરે છે.

જ્યારે એક કરોડ 52 લાખ ફોલોઅર્સની સાથે ગૃહ મંત્રી અમિત શાહ ત્રીજા નંબર પર છે. અને આ લીસ્ટમાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એક કરોડ છ લાખ ફોલોઅર્સ સાથે પાંચમા નંબર પર છે.

READ SOURCE
Open UCNews to Read More Articles