UC News

World Post Day 2019 / એક સમયની ટપાલને ફૂટી છે વાચા, મારો એક જમાનો હતો...

World Post Day 2019 / એક સમયની ટપાલને ફૂટી છે વાચા, મારો એક જમાનો હતો...

ટપાલ કે પોસ્ટકાર્ડ આજની પેઢી માટે વિષય બહારનો પ્રશ્ન બની ગયો છે. હાઈટેક જમાનામાં ટપાલનું સ્થાન ઈમેલ અને મેસેજે લઇ લીધું છે. ખભા પર જથ્થાબંધ કાગળ ભરેલો થેલો અને ખાખી કપડા અને માથે ટોપી પહેરી સાઇકલ પર સવાર થઈને આખું ગામ ખૂંદતા ટપાલી... આજે નહિવત્ જોવા મળે છે કારણ કદાચ સમય પરિવર્તન અને ટેક્નોલોજીને આપી શકાય. 

  • આજે વિશ્વ પોસ્ટ દિવસ

સમય સાથે બદલાતા રહેવું જોઈએ અને સમયની સાથે રહેવું જરૂરી છે પરંતુ ક્યારેક તક મળે ત્યારે આપણા વર્ષો જુના વારસા અને પરંપરાને જાળવી રાખવી જોઈએ એ પણ આપણે જ યાદ રાખવું જોઇએ. આજે વિશ્વ પોસ્ટ દિવસ છે ત્યારે એક ટપાલને વાચા ફૂટે છે.

"હું એક ટપાલ છું આમ્ તો મારા જનક તરીકે લોર્ડ ક્લાઈવનું નામ લેવામાં આવે છે પરંતુ ભારતમાં મારો ઉપયોગ ભારતની સ્વતંત્રતા બાદ શરૂ થયો હતો. કેટલાયે કિલોમીટર દૂર રહેતા કોઈ સ્વજનને સમાચાર આપવા માટે હું એક ગામથી બીજે ગામ સફર કરતી ખુબ થાકી જાવ પરંતુ તેમ છતાં મારા ઠેકાણે તો હું પહોંચીને જ રહેતી"

મિલિટ્રીમાં નોકરી કરતા દિકરાને પોતાની જનેતાની યાદ આપવા જાવ તો ક્યારેક દેશની સેવા માટે ભારતના સપૂતે આપેલ બલિદાનનો શોક સંદેશ લઈને રડતા-રડતા તે વીરના ઘર સુધી જતી દીકરાનો કાગળ આવ્યો તેના સમાચાર સાંભળી મા અને નવોઢા ખુબ હરખાતી.... મને પણ ખુબ હરખ થતો... કોઈ પ્રેમીએ મારા પર પોતાના દિલની વાત લખી પ્રેમિકાને પહોંચાડી તો પછી ક્યારેક કોઈના જીવનમાં બનેલ સુખ કે દુઃખની ઘટનામાં હું ભાગીદાર બની ભલે મારી કિંમત બહુ ઓછી હતી પરંતુ મારા પર લખાયેલ શબ્દોની તાકાત કોઈને હરખાવતી તો ક્યારેક કોઈને રડાવી પણ દેતી..."

ખાખી કલરના કપડાં માથે એક ટોપી અને સાયકલ પર સવાર થયેલ માણસ મને તેના ખભે લટકાવેલ થેલામાં ખીચોખીચ ભરેલી હાલતમાં આખા ગામમાં ફેરવે મને મુંજારો થાય પણ હું જયારે મારા વાચકના હાથમાં હોવું અને તેના ચહેરા પર સ્મિત જોઈ મારી ખુશીનો પાર ના રહેતો" દિવાળી હોય કે બેસતા વર્ષ રંગબેરંગી બોલપેનથી કે કલરથી મારા પર લખાણ થઇ લોક વ્યવહાર થતો સંબંધો તાજા કરવાનું સંબંધો જાળવી રાખવાનો અને નવા સંબંધો બનાવવાનો હું એક માધ્યમ હતી. આ બધું યાદ છે ને....?

"આજે યુગ બદલાઈ ગયો છે દિવસે-દિવસે મારુ મહત્વ ઘટી રહ્યું છે મારી જગ્યા એ હવે ઇ-મેઇલ અને મેસેજ આવી ગયા છે મને પણ ઘણું દુઃખ થાય છે...છો ને થાકી જતી હું એક ગામથી બીજે ગામ જતા પણ માણસને ખુશ રાખતી તે જ લોકો મને ભૂલતા જાય છે.. મને કોઈ રંજ નથી કે તમે ઇમેઇલ કે મેસેજ કે ટેક્નોલોજી વાપરો પણ સાચું કહું મને પણ થોડી યાદ રાખો... તમારા દાદા પરદાદા અને અનેક પેઢીઓથી તમારા ઇતિહાસ સાથે જોડાયેલી છું.

અનેક મહાપુરૂષો પોતાની મનશા મારા પર લખતા અને ક્રાંતિકારીઓ પોતાની દેશદાઝ મારા પર કંડારતા અનેક સંતો-મહંતો પોતાના ઉપદેશો વર્ણવતા... આજે સમાજમાં એવા અનેક લોકો તમને મળશે જેનું વેવિશાળ મારા માધ્યમથી થયું છે કેટલાયને નોકરી પણ મળી છે પણ મને તેનું અભિમાન નથી. બસ નવી નવેલી પેઢીને પણ ક્યારેક મારા કાર્ય વિશે વાત કરો અને તમારા કબાટમાં પડેલ આઉટ ડેટેડ ગણાતી વસ્તુઓમાં જોવા મળતી મને વર્ષે એક વાર તે કબાટ માંથી બહાર કાઢો...મને જરૂર ગમશે...

બસ એ જ આશા સાથે તમારી આઉટ ડેટેડ થઇ ગયેલી ટપાલ...........!

આલેખન : કવન વી. આચાર્ય

  • અમદાવાદ-મુંબઈની આ ટ્રેનનું ભાડું વિમાન કરતા પણ મોંઘું હશે?
  • શૉપિંગ માટે મુંબઈના આ છે સૌથી સસ્તા બજારો, કિલોના ભાવે મળે છે કપડાં
  • ઈમાનદાર કરદાતાઓને મોદી સરકારની મોટી ભેટ, નવરાત્રી દરમિયાન મળશે આ ખાસ સુવિધા

Follow @vtvgujarati

World Post Day 2019World Post Dayગુજરાતી ન્યૂઝવિશ્વ પોસ્ટ દિવસટપાલVTV વિશેષVtv વિશેષ ન્યુઝ

Topic:
READ SOURCE
Open UCNews to Read More Articles