UC News

ખુશખબર! JioPhoneમાં શરૂ થયું WhatsApp

ખુશખબર! JioPhoneમાં શરૂ થયું WhatsApp
જિયો ફોનમાં વોટ્સએપની મજા

જિયોફોનના યૂઝર્સ માટે એક સારા સમાચાર છે. જિયોફોન યૂઝર્સ પોતાના મોબાઈલમાં Facebook, YouTube અને Google Mapsની મજા માણ્યા બાદ હવે સૌથી પોપ્યુલર મેસેજિંગ એપ WhatsAppની પણ મજા લઈ શકશે.

જો તમે પણ પોતાના Jio Phoneમાં WhatsAppનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો આના માટે સૌથી પહેલા તમે તમારા ફોનમાં JioStore ઓપન કરો અને ત્યાંથી વોટ્સએપને ઈન્સ્ટોલ કરો. વોટ્સએપને ડાઉનલોડ કર્યા બાદ તમે તમારા નંબરને રજિસ્ટર કરી દો અને માણવા લાગો વોટ્સએપની મજા.

Jio Phone અને Jio Phone 2 બંને ફોનના યૂઝર્સ વોટ્સએપને ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકસે. જણાવી દઈએ કે, જિયો ફોનમાં  Facebook, YouTube અને Google Maps, WhatsApp ઉપરાંત તમે  JioTV, JioCinema, JioMusic અને  JioChat પર પ્રીમિયમ કન્ટેન્ટનો પણ તમે આનંદ માણી શકો છો. તે ઉપરાંત કંપનીએ લોકો માટે એક સ્પેશ્યલ હેલપલાીન નંબર '1991'ની પણ શરૂઆત કરી છે જેના પર તમે Jio Phone સાથે જોડાયેલા પ્રશ્ન પૂછીને જાણકારી મેળવી શકો છો.

વોટ્સએપ પર આવી રીતે બનાવો એકાઉન્ટ

પોતાના નંબરને વોટ્સએપ પર રજિસ્ટર કરવા માટે તમારે સૌથી પહેલા તમારા ફોન નંબર નાંખવાનો રહેશે, ત્યાર પછી ફોન પર એક વેરીફિકેશન કોડ આવશે જેને નાંખ્યા બાદ નંબર વેરિફાઈ થઈને તમારૂ વોટ્સએપ એકાઉન્ટ ક્રિએટ થઈ જશે. આમ આ બંને ફોનમાં પણ તમે સ્માર્ટફોનની જેમ સરળતાથી વોટ્સએપનો ઉપયોગ કરી શકશો.

Topic:
READ SOURCE
વધુું લેખ વાંચવા માટે UC ન્યુઝ ઓપન કરો