UC News

સર્વિસ / વર્ષ 2019માં Google એ બંધ કરી દીધી આ 10 સર્વિસ, શું આપ જાણો છો?

સર્વિસ / વર્ષ 2019માં Google એ બંધ કરી દીધી આ 10 સર્વિસ, શું આપ જાણો છો?

2019નું વર્ષ વિદાય લેવાની તૈયારીમાં છે.2019નું વર્ષ ટેકનોલોજીની રીતે અનેક નવી પ્રોડકટસ માટે મહત્વનું રહ્યું હતું.જોકે જાયન્ટ ટેક કંપનીઓ કેટલાક મોરચે નિષ્ફળ પણ રહી હતી. દર વર્ષની જેમ, ગૂગલે આ વર્ષે તેના ઘણી પ્રોડકટસ અને સર્વિસને તાળા મારી દીધા છે 

Inbox by Gmail: ગૂગલે તેની 4 વર્ષ જુની આ એપ્લિકેશનને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. માર્ચ 2019 માં જીમેઇલ ઇનબોક્સ બંધ કરવામાં આવ્યું હતું.તેને બંધ કરવા માટે ગૂગલે કહ્યું કે તે જીમેલ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. જીમેઇલ દ્વારા ઇનબોક્સ 2014 માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

Google+: 8 વર્ષ પછી ગૂગલે તેના સોશિયલ પ્લેટફોર્મ ગૂગલ પ્લસને બંધ કરી દીધું છે.ફેસબુક સહિતના સોશિયલ મિડીયા સામે હાંફી ગયેલી આ સર્વિસને છેવટે ગુગલે નહીં ચલાવવા નિર્ણય કર્યો હતો.

Google URL Shortener: 2019 ની શરૂઆતમાં, ગૂગલે તેની URL ને શોર્ટ કરતી સાઇટ બંધ કરી દીધી છે. ગૂગલ યુઆરએલ શોર્ટનરથી કોઈપણ મોટી લીંક (યુઆર)ને શોર્ટ કસ્ટમ URL માં કન્વર્ટ કરવામાં આવતી હતી.

Google Allo: ગૂગલે તેની લોકપ્રિય એપ્લિકેશન ગૂગલ એલો બંધ કરવાનું નક્કી કર્યું છે. ગૂગલે વર્ષ 2018થી જ એલો એપમાં રોકાણ કરવાનું બંધ કરી દીધું હતું.ગત માર્ચમાં તેને બંધ કરી દેવાઇ હતી. આ એપને 2016 માં શરૂ કરવામાં આવી હતી.

Chromecast Audio: ગૂગલે 2015માં ક્રોમકાસ્ટ ઓડિયોની શરુઆત કરી હતી. આ ડિવાઇસ દ્વારા, કોઈપણ ડિવાઇસના ઇનપુટ દ્વારા કોઈપણ સ્પીકર પર ઓડિયો ફાઇલ પ્લે કરી શકાતી હતી.

YouTube Gaming: વર્ષ 2015 માં યુટ્યુબ ગેમિંગ પણ શરૂ કરાઈ હતી. તે ઓનલાઇન લાઇવ ગેમિંગ પ્લેટફોર્મ હતું, પરંતુ લોકપ્રિયતાના અભાવે તેને પણ બંધ કરવામાં આવ્યું છે.

Areo: આ એપ બે વર્ષ પહેલા ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી. પરંતુ લોકોને તે બહુ ગમી નહીં. આ એપ્લિકેશન દ્વારા લોકો સરળતાથી તેમના વિસ્તારની વિવિધ સર્વિસિસ અંગેની વિશેની માહિતી મેળવી શકતા હતા

YouTube Messages: યુટયુબ મેસેજીસ એપ વર્ષ 2017માં શરૂ કરવામાં આવી હતી. જેમાં યુઝર્સ વિડીયો શેર કરવાની સાથે ચેટિંગ પણ કરી શકતા હતા.

Google Daydream: આ વર્ષની શરૂઆતમાં ગૂગલ ડેડ્રીમ એપ બંધ કરવામાં આવી હતી. ત્રણ વર્ષ પહેલાં 2016માં રઆ એપ લોન્ચ કરાઇ હતી.ગૂગલ ડેડ્રીમ એ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વર્ચુઅલ રિયાલિટી પ્લેટફોર્મ હતું.

Google Cloud Messaging: ડેવલપર્સ ગૂગલ ક્લાઉડ મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા સર્વર અને ક્લાયંટ વચ્ચે મેસેજ કરી શકતા હતાં. જોકે મેસેજ સર્વિસ ફક્ત એન્ડ્રોઇડ અને ક્રોમ પર જ ઉપલબ્ધ હતી.તેને પણ છેવટે બંધ કરવી પડી હતી.

Google Translator Toolkit: આ સર્વિસ દ્વારા ટ્રાન્સલેટર તેમના ટ્રાન્સલેટને એડિટ કરી શકતા હતા.ગુગલ ટ્રાન્સલેટ દ્વારા આ સર્વિસ કામ કરતી હતી. ગુગલે 4 ડિસેમ્બરે આ સેવા બંધ કરી દીધી છે.

  • પેટ્રોલનું કટકી કૌભાંડઃ લીટરે 200 ML પેટ્રોલની થાય છે ચોરી, વીડિયો થયો વાયરલ
  • નાગરિકતાં સંશોધન કાયદા સામેનો રાજ્યોનો વિરોધ દેશમાં ખતરનાક સ્થિતિ સર્જશે
  • ગુજરાતના યુવાનને શેની જરૂર છે? રોજગારીની, ભરતીઓ રદ કરી સરકાર શું કરવા માંગે છે?

Follow @vtvgujarati

GoogleGoogle UpdateTech Updatetechnology newsservicesGoogle AlloGoogle+ગુજરાતી ન્યૂઝ

READ SOURCE
Open UCNews to Read More Articles