UC News

Google Payથી જીતો રૂ. 1000 સુધી, જાણો શું છે સરળ રીત

Google Payથી જીતો રૂ. 1000 સુધી, જાણો શું છે સરળ રીત

ગૂગલ તેની પેમેન્ટ એપ Google Payના યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપી રહ્યું છે. જેમાં યુઝર્સને રૂપિયા 1000 સુધી ઇનામ મળી શકે છે. આ નવા રિવાર્ડ ફીચરને ઓડિયો રિવર્ડ નામ આપવામાં આવ્યું છે. આ ગૂગલ પે એપના પ્રમોશન કલેક્શનમાં On-Airના નામથી હાજર છે. ઇનામ જીતવા માટે યુઝર્સે માત્ર ટીવી અથવા યુટ્યુબ પર આવનારી Google Payની જાહેરાતને Google Pay પર સાંભળ્વું પડશે. આમ કરવાથી યુઝર્સના ગૂગલ પે એકાઉન્ટમાં સ્ક્રેચ કાર્ડ ક્રેડિટ થઇ જશે.

હાલમાં ઓનલાઇન અથવા ડિજિટલ પેમેન્ટનો ક્રેઝ વધી રહ્યો છે.

જેનું સૌથી મોટું કારણ હોય છે જે તે કંપની દ્વારા આપવામાં આવતાં રિવૉર્ડ. ગૂગલ પે એપ પર પહેલાં પણ તેના ગ્રાહકોને ઇનામ આપવામાં આવતા હતા. ત્યારે એક નવા ફીચરથી એપના યુઝર્સને 1000 રૂપિયા સુધીના રિવોર્ડ આપવામાં આવશે.

જેને ઓડિયો ફીચર નામ આપવામાં આવ્યું. કંપનીએ આ પ્રકારના ઇનામ જીતવા માટે ખુબ સરળ પદ્ધતિ બનાવી છે. નવા રિવૉર્ડ જીતવા માટે ગ્રાહકોએ એપના પ્રમોશન સેક્શનમાં જવાનું રહેશે. જ્યાં તે ઑન-એરના નામથી એક ફીચર ઉપલબ્ધ છે. જે બાદ ગ્રાહકોએ ટેલિવિઝન અથવા યુટ્યુબ ચેનલો પર પ્રકશિત કરવામાં આવતા વિજ્ઞાપનને ગૂગલ પે એપ પર
જ સાંભળવાની રહેશે .

ઉલ્લેખનીય છે કે આ ઓફર બધા માટે જ ઉપલબ્ધ છે. જો તમે આ ઑપશન જોઈ શકતાં નથી તો ગૂગલ એકાઉન્ટમાં જઈને લોકેશન હિસ્ટ્રીને ઑન કરી દો. ઑડિયો રિવૉર્ડ ફીચર તમને દેખાય તે બાદ જયારે ટેલિવિઝન અથવા યુટ્યુબ પર ગૂગલની એડ દેખાય ત્યારે ગૂગલ પે એપ ઓપન કરો.

જે બાદ ઑન-ઍર ઓપશન પર ક્લિક કરવું પડશે. માઈક્રોફોન પરમિશન આપ્યાં બાદ સ્માર્ટફોનને સંબંધિત ડિવાઇસના ઑડિયો સોર્સના એકદમ નજીક લઈને જવા પર તે ઑડિયોથી ગૂગલ પે ઍપ તેને ઓળખી લેશે. જે બાદ ગ્રાહકને સ્ક્રેચ કાર્ડ મળશે.

READ SOURCE
Open UCNews to Read More Articles