UC News

Google Payનો ઉપયોગ કરનારા માટે ખુશખબર, હવે સિક્યોરિટીને જોતા કંપનીએ લીધો મોટો નિર્ણય

Google Payનો ઉપયોગ કરનારા માટે ખુશખબર, હવે સિક્યોરિટીને જોતા કંપનીએ લીધો મોટો નિર્ણય

ગૂગલ પે (google pay) ઉપયોગ કરનારા લોકો માટે ખુશખબર મળી રહ્યા છે. ગૂગલે પોતાના આ ડિજિટલ વૉલેટ પ્લેટફોર્મ (digital wallet platform)માં બાયોમેટ્રિક ઓથેંટિકેશન (biometric authentication) ફીચરને જોડી દીધું છે. જો કે, ગૂગલે એન્ડ્રોઇંડ 10ની સાથે બાયોમેટ્રિક સિક્યોરિટી રજૂ કરી હતી, જેને હવે ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ Google Pay માટે રોલઆઉટ કરવામાં આવી છે. અગાઉ ટ્રાન્સેક્શન માટે ગૂગલ પે યૂઝર્સને PIN નાખવો પડતો હતો, પરંતુ નવા અપડેટ પછી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ગૂગલે હવે તેમાં biometric API સપોર્ટ આપી દીધો છે, જેના લીધે યૂઝર્સને હવે પૈસા ટ્રાન્સફર કરવા માટે ફિંગરપ્રિન્ટ (fingerprint authentication) અને ફેસ ઓથેંટિકેશન (face authentication)નો ઉપયોગ કરી શકશે.

આ નવું ફીચર PINથી વધારે ફાસ્ટ કામ કરશે.

એન્ડ્રોઇંડ સેન્ટ્રલના રિપોર્ટ અનુસાર, જો કે આ ફીચર તેજ ફોનમાં કામ કરશે, જે એન્ડ્રોંઈડ 10 પર કામ કરે છે, પરંતુ એન્ડ્રોઈંડના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ફીચરને જલ્દીથી એન્ડ્રોઈંડ 9 માટે લોન્ચ કરવામાં આવશે.

યૂઝર્સને આ નવા ઓપ્શન એપમાં હાલ Sending Money સેક્શનની નીચે મળશે. યૂઝર PINથી બાયોમેટ્રિકમાં અથવા તો બન્ને ઓપ્શનને સેલેક્ટ કરી શકે છે, જેનાથી પૈસા ટ્રાન્સફર કરવાની પ્રોસેસ સિક્યોર રહે. જો કે, ધ્યાન રાખો કે biometric સિક્યોરિટી ફીચર માત્ર પૈસા ટ્રાન્સફર કરવા માટે આપવામાં આવ્યા છે. કોઇ સ્ટોર પર NFC પેમેન્ટ માટે આ એપ કામ કરશે નહીં, તેના માટે યૂઝરને ફોન અનલોક જ કરવો પડશે. આ નવું ફીચરને 2.100 વર્ઝનની સાથે રોલ આઉટ કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઇએ કે, Google Payને 2018માં રી-બ્રાન્ડ કરીને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ UPI પર બેસ્ટ Tez એપને અપગ્રેડ કરીને રજૂ કરવામાં આવ્યું હતું. હાલના સમયમાં ભારતમાં આ એપના 67 મિલિયન એક્ટિવ યૂઝર્સ છે.

Topic: #ગૂગલ
READ SOURCE
Open UCNews to Read More Articles